વાસ્તવિકતા

તમને કોઈ વ્યક્તિ દ્વારા ખબર પડે કે, તમારી અમુક અંગત વ્યક્તિને તમારી કોઈ બાબત કે આદત નથી ગમતી. ત્યારપછી તમે એ વ્યક્તિને મનમાં લઈને ચાલો અને તેના દોષો દેખાય ત્યારે એ વાત સાબિત થઈ જાય છે કે, તમે ખરેખર ખરાબ છો અને સાથેસાથે અભિમાની પણ છો. ફરી એ પણ સાબિત થઈ જાય કે, એ વ્યક્તિ પ્રત્યે તમને જે પ્રેમ અને લાગણી હતી તે બનાવટી હતી. આમ, અજાણતા તમે નફરતનું બીજ પણ રોપો છો અને એ બીજનું વટવૃક્ષ થઈ જાય પછી પ્રેમ અને સબંધો માટે વલખાં મારવાં છતાંય એ સમય હાથમાં નથી આવતો અને તમારો ભાવ અને ઈરાદો શુદ્ધ હતો એ વાત સાબિત કરવામાં જીવન પૂરું થઈ જાય છે.

યાદ રાખજો; આખું વર્ષ તમે શું તૈયારી કરી અને પરીક્ષામાં શું લખ્યું તેની વાતો કરવાથી કે પ્રચાર કરવાથી તમે પાસ થશો એ સાબિત નથી થતું પણ પરિણામ નક્કી કરે છે કે, તમે પાસ છો કે નાપાસ. નાપાસનું પરિણામ આવ્યા પછી હું પાસ છું એવો પ્રચાર કરનારા સમાજમાં વધુ છે. એ મારા મતે મહામૂર્ખ છે, કારણ કે જે પોતાનું આખું જીવનહું આ છું અને હું આ નથીસાબિત કરવામાં પસાર કરે તેને શું કહેવાય?

આપણે કોઈના દીકરા છીએ, કોઈના બાપ તો કોઈની મા તો કોઈની બહેન કે કોઈ ના મિત્ર. દોસ્તો, એક પાત્ર સારી રીતે નિભાવવામાં આપણું જીવન પૂરું થઈ જાય છે. તમારા આત્માને પૂછજો કે, હું આ પાત્રો પ્રામાણિકતાથી નિભાવુ છું? જો જવાબ ના આવે તો જીવનમાં કોઈ દિવસ કોઈને ધિક્કારશો નહી અને કોઈ ના દોષો જોશો નહીં.

સબંધ નિભાવી ન શકો તો બાંધો નહીં. બાંધ્યા પછી નાટકબાજ ન થવું, કારણ કે તમને તમારી કિંમત ખબર નહીં હોય પણ તમને જે ખરેખર દિલથી ઈજ્જત કરે છે તે તમારા એક એક શબ્દોને ઝીલતા હોય છે. સારી વ્યક્તિઓની વ્યાખ્યા એ છે કે, એ પહેલાં પોતાની ખરાબી શોધે છે. 

Scroll to Top