સબંધ

• નકામી ધારદાર હોય તેના કરતાં જીગરી લાકડાંની તલવાર સાથે સબંધ રાખજો. • શંકાશીલ ઘણા જહાજો કરતાં એક વિશ્વાસુ હોડી સાથે સબંધ રાખજો. • બુદ્ધિશાળી જ્ઞાનીઓ કરતાં ભોળા નિખાલસ ગાંડાઓ સાથે સબંધ રાખજો. • નામચીન મીંઢા વિદ્વાનો કરતાં કબ્રસ્તાનનાં મડદાઓ સાથે સબંધ રાખજો. • મોઢાના મીઠા વખાણ કરતાં કોઈના અંતરથી મળતા આશીર્વાદ સાથે સબંધ રાખજો. • કપટથી મળતી વહેલી સફળતાનો અસ્વીકાર કરી નીતિથી થયેલ સંઘર્ષ સાથેની નિષ્ફળતા સાથે સબંધ રાખજો. • બે બોલીનો એક મિત્ર રાખવા કરતાં એક બોલીના સો દુશ્મન સાથે સબંધ રાખજો. • મંદિરની મૂર્તિથી જ અટકી ન જતા ભીતરની મૂર્તિ સાથે પણ થોડો સબંધ રાખજો. • સ્વાર્થના સબંધની પંગત બહુ લાંબી છે અહીંયા, જેને પણ તમે અંગત સમજો તેની સાથે સબંધ દિલથી નિભાવજો. • માણસાઈ વગરના માણસ સાથે રહેવા કરતાં શેરીનાં કૂતરાંઓ સાથે સબંધ રાખજો. • જો બનવું છે કૃષ્ણ તમારે, તો મિત્રતામાં સુદામા જેવા મિત્રોના પગ ધોઈને પાણી પીવાની તૈયારી રાખજો યાદ રાખજો; તમે પૈસા ગુમાવો છો તો તમે કંઈ નથી ગુમાવતા પણ જો સાચો સબંધ ગુમાવો છો તો સમજો ઘણું બધું ગુમાવો છો
Scroll to Top