દેખાડો

આપણે જેવા નથી એવો દેખાડો કરવાની કોશિશ કરવાથી જે થાક લાગે એ મટાડવાની દવાની શોધ હજુ થઈ નથી. આ કોશિશમાં એક દિવસ તમે જ કોણ છો એ તમે જ ભૂલી જશો અને પછી તમે તમે જ નહીં રહો તો જીવનનો શો અર્થ? ખુશ રહેવા વ્યક્તિને કોઈ વસ્તુની આદત ન હોવી જોઈએ. અન્ય વ્યક્તિઓ દ્વારા જેટલો આનંદ મળે છે એટલું જ દુઃખ મળે છે. આ આદતથી જ ખુશ રહેતા હોય તેને માનસિક રોગી કહેવાય. આ રોગનો રિપોર્ટ સામે ત્યારે આવે છે જ્યારે આપણી આજુબાજુમાં કોઈ વ્યક્તિ ન હોય અને સમય ચૂક્યા પછી તેની કોઈ દવા નથી. અન્ય માણસ તમારી ખુશીનું માધ્યમ બની શકે છે, ખુશી નહીં, કારણ કે ખુશી આપણી અંદર હોય છે અને એ સમજણથી મળે છે, કોઈ પાત્રોથી નહીં. જીવનનો દરેક દિવસ નવું શીખવે છે અને જીવનમાં મળેલો દરેક માણસ પ્રેરણા આપે છે. આખી દુનિયા સામે આપણે વ્યવહારિક રીતે થોડું થોડું નાટક કરીએ એ સ્વાભાવિક છે, પણ આપણે કોઈને પોતાનાથી વધારે માનતા હોઈએ તેની સાથે તો પારદર્શક જ રહેવું જોઈએ.

Scroll to Top