ડાયરો એટલે આપણી ભારતીય લોકસંસ્કૃતિનો
એક માત્ર એવો કાર્યક્રમ કે જે સંપૂર્ણ પરિવાર સાથે બેસીને સાંભળી શકાય છે અને શ્રીમદ્દ ભગવદ્દગીતા, રામાયણ, સંતો અને શૂરવીરોની વાતોની સાથોસાથ આપણા ગુજરાતના વિદ્વાન કવિશ્રીઓએ જે લોકસાહિત્ય રસને જીવંત રાખવા પોતાનું જીવન સમર્પિત કરીને એવા ઈતિહાસ
લખ્યા છે કે જે આજની પેઢીને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે.
ડાયરામાં આપણી જૂની ઘણી વાતો આજની
યુવા પેઢીને સમજાય એવી સીધી-સરળ ભાષામાં રજૂઆત કરવાનો મારો પ્રયાસ હોય છે.
સાથોસાથ, આપણાં લોકગીતો તથા માર્મિક હાસ્ય સાથે સમાજમાં સમજણનું બીજ વવાય એ હેતુસર આ કાર્યક્રમ હોય છે.