મારી દૃષ્ટિએ, આપણા મગજમાં નાનપણથી જે ખોટી માનસિકતાઓ અને કલ્પનાઓ થી રોજ રોજ દુઃખ જન્મતું હોય છે એ માનસિકતાઓ હળવાશ સાથે તૂટે અને વ્યક્તિને પોતાના જીવનનો લક્ષ્ય નક્કી કરવામાં મદદરૂપ થતું માધ્યમ એટલે મોટિવેશનલ સેમિનાર.
સફળ લોકોએ પોતાના જીવનની નિષ્ફ્ળતા માંથી મેળવેલા અનુભવોની વાતો વાગોળીને આજની યુવા પેઢી પોતાના જીવનમાં સત્યને સરળતાથી જાણી શકે અને પોતાના અનમોલ જીવનનું મૂલ્ય સમજી પોતાની સાથે પોતાના પરિવારનું પણ જીવન સુખમય બનાવી શકે, આવા ભાવ સાથેની વાતો કરવાનો મારો આ સેમિનાર માં પ્રાથમિક આગ્રહ હોય છે અને આવીજ વાતોને હું યુથ મોટિવેશનલ સેમિનાર કહું છું.