એક તો તમે પૂર્ણ નથી માટે ભૂલો તો થતી જ હશે, છતાં તમારી કોઈ ભૂલો નથી અને લોકો ખોટા સાબિત કરે છે તો મૂંઝવણનો વિષય નથી, કારણ કે એવા લોકોનો ખોરાક જ એ હોય છે અને બીજાની નિંદા કરે તોજ જીવી શકતા હોય છે માટે એ બાબતમાં એમને વ્યસ્ત રહેવા દો.
ભારતમાં ટોપ યૂટ્યૂબર એ લોકો છે જે બીજાની નિંદા કરે છે અને કોણ શું કરે છે એજ બાબતોની ચર્ચા કરતા હોય છે. સલમાન ખાનનો બિગબોસ શો ચાલે છે તેનું પણ આજ કારણ છે કે બીજાના જીવનમાં શું ચાલે છે તેની જ પંચાત બતાવે અને આપણો મોટા ભાગનો સમાજ આ વિષય માં ખૂબ ઉત્સુક છે.
ખાસ તો હું કોઈને પ્રત્યુતર નથી આપતો તેનું મોટું કારણ એ છે કે, યૂટ્યૂબમાં શ્રીમદ્દભગવદ્દગીતાના વિડીઓમાં પણ અનલાઈક હોય છે અને કૃષ્ણ વિશે જેમ ફાવે એમ બોલનારા લોકો પણ ધરતી પર છે બસ આટલું સ્પષ્ટ સમજી લેવાનું.
છેલ્લી અને મહત્વની વાત; આખો લેખ જીવનમાં ઉતાર્યા પછી જો આ વાત ધ્યાનમાં ન લીધી તો અભિમાન અને ભ્રમો પેદા થશે કે તમે જ સત્ય છો; માટે કોઈપણ પાછળ કે સામેથી તમારા વિષયમાં કહે અથવા જાણવામાં આવે તો શાંતિથી પોતાની જાત સાથે ઈમાનદારી રાખીને મનોમંથન કરજો કે જે કહે છે તે ખરેખર સત્ય તો નથીને? અને અંદર થી હા આવે તો સ્વીકારી લેજો અને સુધારો કરવાનો પ્રયત્ન કરજો અને આ કરશો એટલે પ્રકૃતિ તમને બળ આપશે. અને જો સામે વાળી વ્યક્તિની વાત ખોટી છે તો નજરઅંદાજ કરજો. અને નજરઅંદાજ કરો તે સામેનાં વ્યક્તિને શક્ય હોય ત્યાં સુધી ખ્યાલ ન આવવા દેવો. આટલું કરજો એક સમય એવો આવશે દુઃખ કોને કેવાય તે તમને ખ્યાલ નહી હોય અને બાકી વધશે એ બધું સુખ જ છે અને ત્યારે તમે જ્યાં બેઠા હશો ત્યાં સ્વર્ગ હશે અને લોકો તમારા પાસે આવીને ઠંડક અનુભવશે અને ખોટી વાતને નજરઅંદાજ કેમ કરવી એ માટે ઉપરનો આખો લેખ મદદરૂપ બનશે.