One day

Seminar

kisspng-imac-macbook-pro-apple-transparent-5ac7ee1fafd7c2.1383566715230520637203.png
જે સમયે જે જ્ઞાન કે સમજણની માણસને જરૂર હોય છે તે ખરા સમયે ન મળે તો ઘણું મોટું નુકશાન થતું હોય છે અને જે આખા પરિવારને ભોગવવું પડતું હોય છે જે આપણે ભવિષ્યમાં કરોડો રૂપિયા ખર્ચ કરતા પણ એ આંતરિક અને માનસિક દુઃખનો ઉપાય થતો નથી. આ સમાધાન થઈ શકે એ હેતુને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમની રૂપરેખા ધડવામાં આવી છે.
આ કાર્યક્રમના વિષયોમાં શ્રીમદ્દ ભગવદ્દગીતા સાર, ચાણક્યનીતિ, પ્રકૃતિના રહસ્યો સાથે કામ કરવાની પદ્ધતિથી વ્યક્તિત્વ વિકાસ કેમ થઈ શકે, માણસોને સરળતાથી કેમ પારખી અને સમજી શકાય એવા રહસ્યોની વાતો કરવામાં આવશે. આ બાબતને ખાસ એટલે ધ્યાનમાં રાખવામાં આવી છે કે, નિષ્ફ્ળતાના પાયામાં મોટેભાગે માણસોને પારખ્યા અને સમજ્યા વગર લેવાયેલા નિર્ણયો હોય છે.
આ કાર્યક્રમ વિશે એટલું જ કહીશ કે, દસ કલાક દરમિયાન જે શીખવામાં આવે તે પોતાના જીવનમાં જે વ્યક્તિ અમલ કરી જાણે તો દુનિયામાં તેને સફળ અને સુખી થવામાં કોઈ અડચણ નહીં આવે.આ વાતની હું ખાતરી આપું છું, કારણ કે આ સેમિનારમાં સફળતાની વાર્તાઓ કરતાં સફળતાના મૂળ રહસ્યોની વાતો કરવામાં આવે છે.

મારા અન્ય કાર્યક્રમોમાં વધુ માત્રામાં શ્રોતાઓની સંખ્યા હોવાના કારણે વ્યક્તિગત મળવું સંભવ નથી બનતું, જેથી આ દસ કલાકનો કાર્યક્મ સો વ્યક્તિની મર્યાદા સાથે ઘડવામાં આવેલ છે.

Scroll to Top