ગુરુ એટલે શુ ?

 
ગુરુ ની વ્યાખ્યા કોઈ માણસ પોતાના મન ઘડે તે માન્ય નથી
ગુરુ ની વ્યાખ્યા ભગવદ્દ ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ કરી છે એ પ્રામાણિત છે વેદ વ્યાસજી એ શાસ્ત્રો માં કરી તે પ્રામાણિત છે અને ભગવાને સ્થાપેલી ગુરુ પરંપરા મા આવતા સંતો મહાપુરુષો એ કરી એજ માન્ય છે
ગુરુ તત્વ એક જ છે બસ નામ અલગ છે છતાં આજ ગુરુ પૂર્ણિમા છે તો હું જેમને મારા ગુરુદેવ વિષે આજે થોડી વ્યાખ્યા કરું…
ગારીયાધાર પાસે વગડીયા હનુમાનજી મહારાજ નો આશ્રમ છે અને ત્યાં સંત પંચમદાસ બાપા છે અને હાલ હયાત છે અને જે 18 વર્ષ થી મોન છે અને 18 વર્ષ થી આશ્રમ બહાર નથી નીકળ્યા અને એક નાની જગ્યા માં ધૂણી ધખાવી હતી આજે આશ્રમ મા કોઈ પણ ખામી નથી છતાં ખેતર માં મજૂરી કરતા હોય છે કારણ કે બેઠા બેઠા હાડકા હરામ ના થઇ જાય છે તેવું તેનું માનવું છે અને નીતિ થી પેદા થયેલા અન્ન ના રોટલા રોજ સવાર ના બનાવી ને જમાડવા એ ભાવ સાધુ થયા ત્યાર થી રહ્યો છે અને એજ અન્ન પેટ માં જાય તો મન ફરે બાકી તો અહંકાર લઈ ને મંદિર માં V VIP સુવિધા થી પ્રસાદ અપાતો હોય અને લેવાતો હોત ત્યાં સમય પસાર થયા જેવું છે
અને હા કોઈ પાસે હાથ લાંબો કરવો કે કોઈ દાતાશ્રી ઓ દાન આપે તો જ આશ્રમ ચાલે તેવી કોઈ પરંપરા નથી અને ગમે એવા મોટા માણસો હોય અને ગમે એવું નામ હોય કે હોદા ઓ હોય બધું બહાર મૂકી ને શિસ્ત મા જ આવવું બાકી અંદર આવવું જ નહીં કારણ કે હનુમાનજી ની સામે કોલર ચડાવી ને આવવું હોય તો ઘરે જ રહેવુ એવું મોઢે જ કહી દેવાનું પછી કોઈ રાજકારણી હોય ,અધિકારી હોય કે પછી સાધુ જ કેમ નથી
તેમનું કહેવાનું એ છે ભજન છે તો દુનિયા ચાલે છે મારા રામ માટે આશ્રમ શુ મોટી વાત છે
જીવન ના બે જ લક્ષ્ય ભજન કરવું અને ભોજન ભોજન કરાવવું
હવે રહી વાત પરચા ઓ ની તો ગુરુ ક્યારેય કોઈ ચમત્કાર ની વાત નથી કરતા અને જે કરે છે તે પાખંડ છે અને નાના માણસો ને દૂર બેસાડે અને મોટા લોકો ને આવકારો અને વાહ વાહ કરે કરે તે ગુરુ કહેવાને યોગ્ય નથી કારણ કે સિદ્ધ સાધુ ઓ નું પ્રથમ લક્ષ્ય એ હોય છે કે મારા પાસે કોઈ આવે તે ભગવાન ના માર્ગ પર ચાલવો જોઈએ અને તેના અહંકાર ને મારી ને વિવેક ની જ્યોત જગાડવી ( આપણે જે ચિપી ચિપી ને મીઠું મીઠું બોલીએ તે વિવેક નહીં ) અને બીજું કે તેમના માટે સંગ્રહ વૃત્તિ કે પદ કે પ્રતિષ્ઠા ધૂળ સમાન હોય છે જેમના માટે દુનિયા માં ભગવાન અને તેનું નામ થી મોટુ કઈ હોતું નથી હોતું અને ટુક ના જ કહું તો…
દા.ત.અમારા જેવા કલાકારો પ્રોગ્રામ માં વાતો કરે કે દારૂ ન પીવો જોઈએ તો કોઈને અમારા પ્રત્યે પ્રેમ હોય તો તે આદત ને બ્રેક લગાવી શકે અથવા વ્યક્તિગત કોઈ સમજે તો થોડો સમય બંધ કરી શકે પણ દારૂ પીવાની ઈચ્છાની ચેતના ને જ બાળી નાખે તે સિદ્ધ સાધુ પછી આજ ઉદાહરણ થી સમજી શકાય કે સાચા સદગુરુ ની કૃપા કોઈ પર થાય કે આ માણસ સીધા રસ્તે જ ચાલવો જોઈએ તો સમગ્ર પ્રકૃતિ તેના શબ્દો ની ગુલામ થઈ જાય અને એ માણસ એ માર્ગે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી પ્રકૃતિ છોડતી નથી આને કહેવાય આશીર્વાદ આ શક્ય ત્યારે જ બને જ્યારે કોઈ સાધુ સંપૂર્ણ ઈશ્વર ને સમર્પિત હોય અને ભગવાન ના ભજન ની જેની પાસે મૂડી હોય
આવા સાધુઓ ભગવાન ની વિભૂતિ છે એટલે જ આ પૃથ્વી સ્થિર છે અને મને ઘણા લોકો કહેતા હોય કે તમને સાંભળવા ગમે છે તમારા પ્રોગ્રામ ગમે છે તેનું માત્ર ને માત્ર એક જ કારણ છે મારા ગુરુની કૃપા અને આ તેમની જ કૃપા છે એવી સમજણ પણ મને તેની કૃપા થી જ છે જેથી વખાણ અને વિરોધ ની અસર બહુ ખાસ થતી નથી એટલે જ જે રસ્તો મારા ગુરુ એ બતાવ્યો છે એ માર્ગ પર હું બહુ સ્થિર રીતે ચાલી શકું છું અને આજના દિવસે મારા ગુરુ મહારાજ ના ચરણો મા હું એટલી જ પ્રાથના કરું છું કે હું ભૂલો થી ભરેલો માણસ છું હું માર્ગ ભટકી પણ જાવ તો મને સીધા રસ્તે વાળી લેજો મને સદ્દબુદ્ધિ આપજો અને મન કર્મ કે મારા વર્તન થી કોઈ સાચો માણસ મારાથી દુઃખી ન થાય એટલી જ આપના ચરણો મા હૃદય થી પ્રાથના છે
 
Scroll to Top