પૂજ્ય જલારામ બાપાના જીવનના સિદ્ધાંતો

જીવ માત્રમાં ભગવાન છે, એટલે બધાને પ્રેમ કરો. જ્ઞાતિજાતિ, ઊંચનીચ, નાનામોટા આવી ખોટી માનસિકતા છોડવી જોઈએ.

ભૂખ્યાં, સાધુસંતો અને મુસાફરોને ગમે ત્યાંથી શોધીને જમાડજો. કોઈને મદદ કરવી જ હોય તો તે મદદ માંગે તે પહેલાં પહોંચી જવું.

પત્ની પત્ની બની ગયાં પછી શરીર બે હોય પણ જીવ એક હોય છે.

ભગવાન રાજી થાય એવું કામ કરજો. તેની સુગંધ આખા બ્રહ્માંડમાં ફેલાય છે. તમે કોઈ સારા માર્ગે છો તો તેની જાહેરાત કરવાની જીજ્ઞાસા રાખવી નહીં. જાહેરાત આપમેળે થઈ જ જાય છે.

નીતિથી મેળવેલું ધન પરમાર્થમાં વાપરવાથી ભગવાન રાજી થાય છે.

જલારામ બાપા અને તેમના પત્ની વીરબાઈ બંને મજૂરી કરીને જે પૈસા આવતા તેનું

ભોજન કરાવતાં.