મોહ અને પ્રેમ

મોહ અને પ્રેમમાં ઘણો તફાવત છે. મોહમાં વ્યક્તિ માત્ર સામેવાળાની તમામ સારી બાબતોને જ ચાહે છે. એની સમય મર્યાદા ખૂબ ઓછી હોય છે. પ્રેમમાં વ્યક્તિ સામેવાળાને તમામ ગુણઅવગુણ અને સ્થિતિ સાથે પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે.

ટૂંકમાં, પ્રેમી મૌન રહીને સબંધ શ્રેષ્ઠ રીતે નિભાવવામાં તલ્લીન હોય છે અને મોહિત વ્યક્તિહું સબંધ નિભાવવામાં શ્રેષ્ઠ છુંતે બાબતને સાબિત કરવામાં તલ્લીન હોય છે.

ઘરના દરવાજાની બહાર નીકળતા સ્વાર્થ, ઈર્ષ્યા અને અભિમાની દુનિયામાં ઈચ્છાઓના ટોપલા સાથે જવાબદારીનો ભાર લઈ ચાલનારી વ્યક્તિઓ જ્યારે એમ કહે કે, તમને પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો ત્યારે એમ થાય કે, આ માણસ ક્યારે કલ્પનાઓની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવશે?

એક વાતની સો વાત એ કે, આપણો બધાનો ખરો પ્રેમી ભગવાન છે. તેને જ્યાં સુધી શ્રદ્ધા સાથે સમજવાની કોશિશ નહીં કરીએ ત્યાં સુધી કોઈ વ્યક્તિને કહેવું કે, ‘હું તને પ્રેમ કરું છુંએ સામેવાળાને અને પોતાની જાતને છેતરવા જેવું છે. એનું અંતે પરિણામ દુઃખદ જ આવે છે.

આ વાંચીને જે વ્યક્તિઓને તરત એવો વિચાર આવે કે, હવે સારા માણસો રહ્યા નથી તેના માટે કબીર સાહેબની વાત

બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ,

જો મન ખોજા આપના તહિ મુજસે બુરા ન કોઈ.

દુનિયા પછી બદલીશું, પહેલાં સ્વયંને બદલીએ

Scroll to Top