180 વર્ષ પહેલાં જલારામ બાપા વિરપૂર માં 10 થી 12 વ્યક્તિઓ ને માંડ માંડ જમાડતા હશે કારણ કે એ સમયે વાહન વ્યવહાર ની વ્યવસ્થા હતી નહીં અને વીરપુર ની વસ્તી પણ ખૂબ ઓછી હતી તો એક પ્રશ્ન તો થાય કે અત્યારે આપણા ગુજરાત માં એવા શેઠિયાઓ કે રોજ એક લાખ લોકો ને જમાડવા હોય તો જમાડી શકે છે છતાં કોઈ દિવસ ત્યાં કેમ ભગવાન ન આવ્યા ??
આમાં મૂળ વાત એ છે કે જલારામ બાપા જ્યારે બીજા ને જમાડતા અને બીજા ને મદદ રૂપ થતા ત્યારે તેમને પણ ખબર ન હતી કે હું બીજા ને ઉપયોગી બની રહ્યો છું કારણ કે તેનું કાર્ય નિષ્કામ હતું અને કોઈ પણ કર્મ જ્યારે નિષ્કામ થઈ જાય પછી એ પરમાર્થ થઈ જાય છે અને અત્યારે ભલે લાખો ની મદદ અને લાખો લોકો ને જમાડી દઈએ છતાં કુદરત ના ચોપડે નોંધ એટલે નથી લેવાતી કેમ કે પેલા તો આખા ગામ ના ચોપડા માં આપડે નોંધ લેવડાવીયે છીએ ..હજુ તો મદદ કર્યા પેલા સો લોકો ને કહી ને ઢંઢેરો પીટી એ છીએ અને ખાસ કરીને મોટાભાગે તો ગામ નોંધ લે એટલે જ તો ઉપયોગી થતા હોય છે માટે યાદ રાખજો કિંમત વસ્તુ ની નથી હૃદય ના ભાવ ની છે એટલે જ વીરપુર માં ભગવાન ને ધક્કો ખાવો પડ્યો હશે ..
કોઈ ને કઈ આપી દે તેને ત્યાગી માણસ કહેવાય અને એ આપેલા ની છાપ અગર જો હૃદય માં ન રહે તેને વૈરાગ કહેવાય અને ઈશ્વર ત્યાગી ની નહીં વૈરાગી ની નોંધ લે છે
વૈરાગી એટલે ઈશ્વર નો પ્રેમી જેને સમાજ કે ગામ કરતા પહેલા ઈશ્વર ને રાજી કરવા પોતાના કર્યો કરે છે..
કરુણતા અને દુઃખ એ વાત નું છે કે લોકો સમાજ માં નોંધ લેવાય તેના માટે દરેક કર્યો કરે છે આ અજ્ઞાન છે કે ગેરસમજ એ હું નથી જાણતો પણ બધાજ પોતાની જાત ને ખૂબ જ બુદ્ધિશાળી સમજે છે પણ પ્રભાવમાં ચાલવા કરતા ઈશ્વરે આપેલા અંદર ના સ્વભાવ થી ચાલવાથી કાર્ય સિદ્ધ થાય છે અને કિંમત મગજ કરતા હૃદય ની વધુ છે કેમ મગજ વગર નો માણસ જીવી શકે છે હૃદય વગરનો નહીં આ વાત ને ઘર ની તિજોરી માં સાચવી રાખવા જેવી છે પણ આ સમજવા માટે પણ હૃદય ની જ જરૂર પડશે મગજ ઉપયોગ માં લીધું તો જીવનનો ઘણો સમય વ્યર્થ ખર્ચાઈ જશે