• નકામી ધારદાર હોય તેના કરતાં જીગરી લાકડાંની તલવાર સાથે સબંધ રાખજો.
• શંકાશીલ ઘણા જહાજો કરતાં એક વિશ્વાસુ હોડી સાથે સબંધ રાખજો.
• બુદ્ધિશાળી જ્ઞાનીઓ કરતાં ભોળા નિખાલસ ગાંડાઓ સાથે સબંધ રાખજો.
• નામચીન મીંઢા વિદ્વાનો કરતાં કબ્રસ્તાનનાં મડદાઓ સાથે સબંધ રાખજો.
• મોઢાના મીઠા વખાણ કરતાં કોઈના અંતરથી મળતા આશીર્વાદ સાથે સબંધ રાખજો.
• કપટથી મળતી વહેલી સફળતાનો અસ્વીકાર કરી નીતિથી થયેલ સંઘર્ષ સાથેની નિષ્ફળતા સાથે સબંધ રાખજો.
• બે બોલીનો એક મિત્ર રાખવા કરતાં એક બોલીના સો દુશ્મન સાથે સબંધ રાખજો.
• મંદિરની મૂર્તિથી જ અટકી ન જતા ભીતરની મૂર્તિ સાથે પણ થોડો સબંધ રાખજો.
• સ્વાર્થના સબંધની પંગત બહુ લાંબી છે અહીંયા, જેને પણ તમે અંગત સમજો તેની સાથે સબંધ દિલથી નિભાવજો.
• માણસાઈ વગરના માણસ સાથે રહેવા કરતાં શેરીનાં કૂતરાંઓ સાથે સબંધ રાખજો.
• જો બનવું છે કૃષ્ણ તમારે, તો મિત્રતામાં સુદામા જેવા મિત્રોના પગ ધોઈને પાણી પીવાની તૈયારી રાખજો
યાદ રાખજો;
તમે પૈસા ગુમાવો છો તો તમે કંઈ નથી ગુમાવતા પણ જો સાચો સબંધ ગુમાવો છો તો સમજો ઘણું બધું ગુમાવો છો