નીચેનો લેખ તમારા જીવનને નવી દિશા આપશે જેમાં મને કોઈ શંકા નથી.
આ લેખ હું બે પ્રકારના વ્યક્તિઓ માટે લખી રહ્યો છું.
એક એવી વ્યક્તિ કે જે બહુ મોટી કક્ષાએ પહોંચી હોય અને એમની જાહેર જીવનમાં ખૂબ નામનાઓ હોય છે અને સમાજ જેને સમજદાર લોકોનું બિરુદ આપે છે અને તેના પગલે ચાલવાની કોશિશ કરે છે, છતાં આ પ્રકારના વ્યક્તિઓ ને પણ સુખ નથી કારણ કે કોઈ અજાણી વ્યક્તિ કંઈપણ કહી જાય તો તેની અંદરની સિસ્ટમ હલી જાય છે. વળી એ કહેનારા માણસમાં અને તેની વાતમાં પાંચિયાભરનું તથ્ય કે સત્ય ન હોય છતાં, પોતાની અમૂલ્ય એનર્જી બગાડીને પ્રત્યુતર આપે છે.આ સમજુ લોકો ખરા સમયે મૂર્ખાઈનું કામ કરે છે અને પોતાની સ્થિરતા ગુમાવી બેસે છે. આવા પ્રકારના લોકોને મે વી.આઇ.પી ગુલામ નામ આપ્યું છે અને બીજા પ્રકાર ના છે તે સામાન્ય ગુલામ છે. ગુલામ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો કેમ કે એ ખરેખર ગુલામ જ છે. અને લોકો જેમ નચાવે તેમ નાચે છે, તમને સવાલ થશે કે આવો શું લેખ લખ્યો હશે, આગળ વાચો તમને આ લેખ સુખી કરશે, ઉપરની વાત સાથે એક વાત ઉમેરું કે જ્યાં પ્રત્યુતર આપવો પડે ત્યાંતો આપવો જ પડે એ વાત જુદી છે, પણ જ્યાં ત્યાં અને ગમે ત્યારે કોઈ તમારી અંદર ડંખમારી ને ચાલ્યો જાય એ અંદર સુધી પહોંચે જ કેમ એ સવાલ નો વિષય છે.
હવે બીજી પ્રકારના લોકો એટલે સામાન્ય ગુલામ જે લોકો જાહેરજીવન માં પણ ઓછા જોવા મળે છે જે પોતાનું કામ થી કામ રાખે છે અને હું આટલું સ્પષ્ટ તમને કહી રહ્યો છું તેનું કારણ છે કે મને આ વાત ત્યારે સમજાઈ ગઈ હતી જ્યારે હું જાહેરજીવન માં નહોતો અને જો ત્યારે ન સમજાઈ હોત તો હું પણ વી.આઇ પી ગુલામ માં આવતો હોત અને અત્યારે ક્યાય ને ક્યાંય ઝપટે ચડતો હોત અને પીડાતો હોત, આટલું સમજ્યા છતાં બચવું પડે છે અને બચી પણ જાવ છું તેનું કારણ છે કે સતર્ક છું અને વાસ્તવિકતા જાણું છું માટે હું બહુ સ્પષ્ટ તમને આ બાબતનો રસ્તો આપી શકું છું. હવે નવાઇની વાત એ છે કે જે સામાન્ય ગુલામ હોય છે તેને ખ્યાલ પણ નથી હોતો કે તે દુઃખી કેમ થાય છે. શુકામ ક્રોધ આવે છે?
કે શુકામ હરખાઈ છે.આવા ગુલામો કોઈનો ગુસ્સો કોઈના પર ઊતરતાં જોવા મળશે. અને પોતે તો હેરાન થાય છે બીજાને પણ કરે છે. આ બંને પ્રકારના લોકો ખૂબ મોટા બીમાર છે. આ બીમારી મોટા ભાગના લોકોને ખબર જ નથી માટે કોઈ સ્વીકારશે પણ નહીં અને આવું જાણવું પણ નહી ગમે. ખાસ તો આ લેખ લખવાનું કારણ બીજા નંબરના લોકો માટે છે, કેમકે એ લોકો એ મને પ્રશ્ન કર્યો છે કે, તમે કોઈને કંઈ જવાબ કેમ નથી આપતા? ત્યારે મારે ટૂંકમાં ઉત્તર આપવો હોય તો એમ કહી શકું કે તમારી અંદરની સિસ્ટમ હલવી ન જોઈએ. તેનું ધ્યાન રાખો અને જો આવું થાય તો મંદિરના ઘંટની જેમ કોઈપણ આવીને વગાડી જશે. આવું કહી કહી ને છૂટી પણ જવાય પણ આ સવાલ બહુ ગંભીર છે. હવે આમાંથી કેમ પસાર થવું?
તો પ્રથમ વાત એ છે કે, કોઈ પણ વ્યક્તિને પારખ્યા વગર નજીક જવું નહીં અને જઈએ તો એટલું બધું નહીં કે જ્યારે પરખમાં ભૂલ થઈ હોય ત્યારે તમે તૂટી જાઓ અને સામાન્ય ગુલામોની એક પ્રમાણિકતા હોય છે, કેમકે એ દુઃખી થશે તો દુઃખી જ થશે તેમાં નાટક નહી કરે, પણ પેલા વી.આઇ.પી ગુલામોને કોઈ બચાવી નહી શકે, કેમકે દુઃખી તો થાય છે પણ પ્રત્યુતર આપતી વખતે તેમનાં અંદર તો આગ લાગેલી હોય છે પણ બહાર હિમાલય જેવી ઠંડી વાતો કરશે; એટલે એવા લોકો નુકશાની ઉપર નુકશાનીનો ધંધો કરે છે, કારણ કે તમે સૂતાને જગાડી શકો પણ સૂવાનું નાટક કરતા માણસને કેવી રીતે જગાડી શકો? આમ, આવા લોકોને મારા જેવા આવી ને કહે ત્યારે પણ પ્રત્યુતર તૈયાર જ હોય છે. તમને પ્રશ્ન થશે કે છતાં પણ મેં કેમ આ પ્રકારના લોકોનો ઉલ્લેખ શુકામ કર્યો હશે? તો તેના પણ બે કારણ છે; એક તો બધા વી.આઇ.પી ગુલામ સરખા ન હોય. કોઈને ચમકારો આપવા માટે આ લેખ ખૂબ મદદરૂપ થઈ શકે. બીજું કારણ એ છે કે, સામાન્ય ગુલામ દુઃખી થાય છે તો તેને સાંત્વના મળે કે અમારે એક ને જ આ બીમારી નથી પણ સારા સારા લોકોને છે. અમારી બચવાની શક્યતા પૂરેપૂરી છે તેનો આનંદ લૂંટી શકે અને આ વાત પોતાના જીવનમાં સહેલાઈથી ઉતારી શકે.
હું મારી વાત કરું તો વાસ્તવિકતા એ છે કે, મારી અંદરની સિસ્ટમ કોઈ હલાવી જાય પણ જાણકારી હોવાથી તેની અસર આપણા માનસ પર ક્ષણિક જ રહે છે માટે સામાન્ય ગુલામોનો ઈલાજ જલદી થઈ જાય છે. કારણ કે લોકો ત્યાં જ દુઃખી થાય છે જ્યાં તેમનો લગાવ હોય, બાકી દુનિયા સાથે બહુ લેવા-દેવા નહી, પણ પેલા વી.આઇ.પી બીમારો ચારે બાજુ અટવાય છે, કારણ કે આખી દુનિયાનો ભાર લઈને ફરે છે
હું મારી વાત કરું તો વાસ્તવિકતા એ છે કે, મારી અંદરની સિસ્ટમ કોઈ હલાવી જાય પણ જાણકારી હોવાથી તેની અસર આપણા માનસ પર ક્ષણિક જ રહે છે માટે સામાન્ય ગુલામોનો ઈલાજ જલદી થઈ જાય છે. કારણ કે લોકો ત્યાં જ દુઃખી થાય છે જ્યાં તેમનો લગાવ હોય, બાકી દુનિયા સાથે બહુ લેવા-દેવા નહી, પણ પેલા વી.આઇ.પી બીમારો ચારે બાજુ અટવાય છે, કારણ કે આખી દુનિયાનો ભાર લઈને ફરે છે