જન્મથી મરણ સુધીમાં આપણી સાથે ચાર પ્રકારના વ્યવહારિક સંબંધો હોય છે; પહેલા, તો ઘણું બધું કહો અને થોડું સમજે. બીજા, તો થોડું કહો અને ઘણું બધું સમજે. ત્રીજા, ઘણું બધું કહો પણ કંઈ ન સમજે. અને ચોથા, કંઈ ન કહો અને કહેવાની કોશિશ પણ ન કરો. હૈયામાં સળગતી આગ લઈ, ચહેરા પર ખોટું સ્મિત લઈ નીકળો અને છતાં સમજી જાય કે, મારો મિત્ર દુઃખથી ભરેલો છે, એનું નામ છે દોસ્તી.