આચરણ

બે પ્રકારની વ્યક્તિઓ સાથે જ સબંધ રાખવો; પહેલી, તમે મદદ માંગો ત્યારે મદદ કરે અને બીજી, તમે મદદ માંગો ત્યારે મોઢે કહી શકે કે, હું મદદ નહીં કરી શકું. વચગાળાવાળા માણસો દુઃખી બહુ કરે છે, કારણ કે પોતાની પ્રતિષ્ઠા વધારવામાં આખા ગામની સામે આખા ગામને ભરોસો આપતા ફરે છે, પણ ખરા સમયે મોઢું સંતાડી દેવામાં માહેર હોય છે. વાત માત્ર મદદની નથી, પણ માણસ જે બોલે તેનું આચરણ જીવનમાં નથી કરતો એટલે માનવજાતમાં એકબીજા પ્રત્યે નફરતનાં બીજ વવાય છે.
આ સમાજમાં વજન તેનું પડે છે કે જે વ્યક્તિ ઓછું બોલીને કામ વધારે કરે છે અને પોતે કરેલાં કામનો જશ બીજાને આપે છે.

Scroll to Top