છાપ

રડશો ત્યારે બધાને દૂરથી દયા આવશે,
પડશો ત્યારે ઊભા કરવા નહીં, સૌ જોવા આવશે.
જીવતા કોઈ આંગળી કોઈની નહીં પકડે,
મરેલાની ઠાઠડીને કાંધ દેવા બધા આવશે.
ગજબ છે ભગવાનનું નામ લઈ આબરૂ વેચાય છે.
પૈસા અને પ્રતિષ્ઠા મળે તો અહીંયા કૃષ્ણની પણ હરાજી થાય છે.
જે મર્યાં પછી બળ્યાં તેની ‘પાંધી’ રાખ થઈ જાય છે,
પણ જીવતાં બીજા માટે બળ્યાં તેની અહીંયા છાપ રહી જાય છે.

Scroll to Top